આ લીલા ટુકડા તમારા વાળ માટે છે વરદાન સમાન, વાળ થઈ જશે એકદમ કાળા, ઘાટા અને લાંબા… જાણો લગાવવાની રીત

મિત્રો આપણને રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક નાની મોટી સમસ્યાઓ થાય છે. આવી સમસ્યાઓમાં એક વાળ ની સમસ્યા દરેકને પરેશાન કરે છે. તેના ઉપચાર રૂપે આમળા ખૂબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચો

વાળ માટે આમળા ખૂબ જ લાભદાયક હોય છે એ તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ વાળમાં તેનો પ્રયોગ કેવી રીતે કરવો તેને લઈને લોકોમાં ખૂબ જ મૂંઝવણ રહે છે. ઘણા બધા લોકો આમળાના પાવડર કે જ્યુસને પોતાના હેર કેર રૂટિનમાં અનેક પ્રકારે સામેલ કરે છે તેમજ કેટલાક લોકો સીધી રૂપે જ વાળમાં કાચા આમળા પણ લગાવે છે.

વાળમાં કાચા આમળા નો પ્રયોગ સ્વસ્થ વાળ મેળવવાની એક ખૂબ જ પ્રાચીન અને અસરકારક રીત છે. એવું એટલા માટે કારણ કે આમળા વિટામિન c થી ભરપૂર હોય છે જે એક શક્તિશાળી એન્ટી ઓક્સિડેન્ટ ના રૂપમાં કાર્ય કરે છે. તેમજ તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઇંફ્લેમેટરી ગુણ પણ હાજર હોય છે. જે ન માત્ર ડેન્ડ્રફ થી છુટકારો અપાવવામાં મદદ કરે છે પરંતુ વાળને મજબૂત અને ઘાટ્ટા પણ બનાવે છે.

કાચા આમળાને વાળમાં લગાવવાથી સ્મુથ અને શાયની વાળ મેળવવામાં પણ મદદ મળે છે. આ ડ્રાય અને ફ્રીઝી વાળ માટે એક રામબાણ ઉપાય છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે વાળમાં કાચા આમળા નો પ્રયોગ કેવી રીતે કરવો? જો તમે પણ વાળને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોય તો આ લેખમાં અમે તમને કાચા આમળા લગાવવાની ત્રણ રીત જણાવીશું.

વાળમાં કાચા આમળા લગાવવાની રીત:-

આમળાની પેસ્ટ લગાવો:- આમળાની પેસ્ટ બનાવવા માટે તમારે બે કાચા આમળા લેવાના છે. ત્યારબાદ તમારે તેને મેશ કરવાના છે. જો આમળા બહુ કઠણ હોય તો તમે તેને પાણીમાં ઉકાળીને ત્યારબાદ મિક્સરમાં નાખીને તેની પેસ્ટ બનાવી શકો છો. આ પેસ્ટને તમે સીધી તમારી સ્કેલ્પ પર અને વાળમાં લગાવી શકો છો. તેના સિવાય તમે કોઈ હેર ઓઇલમાં આમળાની પેસ્ટને પકાવીને પણ વાળમાં લગાવી શકો છો. ત્રણ થી ચાર કલાક સુંધી વાળમાં લગાવ્યા બાદ માથું ધોઈ લો.

આમળાનું શેમ્પુ બનાવો:- તેના માટે તમારે બે કાચા આમળા, અરીઠા અને શિકાકાઈ લેવાનું છે. તેને પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ મિક્સરમાં પીસી લો. એક ગરણીની મદદથી આ પેસ્ટને ગાળી લો. તેને સીધી રીતે વાળમાં લગાવી લો અને હેર પેક ની જેમ ઉપયોગ કરો અથવા માથું ધોવાના 20 મિનિટ પહેલા લગાવો.

આમળા, કઢી ના પાન અને નારીયેળ તેલ:- તેના માટે તમારે આમળાની પેસ્ટ બનાવી લેવાની છે ત્યારબાદ એક પેનમાં અડધો કપ તેલ લેવાનું છે. તેમાં સૌથી પહેલા કઢી ના પાન નાખી દો અને પકાવો. ત્યારબાદ તેમાં આમળાની પેસ્ટ નાખીને થોડી મિનિટ સુધી પકાવો. આ હેર પેકને તમે તમારા વાળમાં લગાવો અને ત્રણ કલાક રહેવા દીધા બાદ માથું ધોઈ લો.

આ સ્કેલ્પની ડીપ ક્લિનઝિંગ કરવામાં મદદ કરશે અને વાળને મજબૂત બનાવશે. વાળને સ્વસ્થ રાખવા માટે તમે આ પ્રકારે સરળતાથી કાચા આમળા નો પ્રયોગ કરી શકો છો. નિયમિત રૂપે તેનો પ્રયોગ કરવાથી તમને કુદરતી મજબૂત અને ઘટ્ટ વાળ મળશે. સાથે જ તેમાં ચમક પણ આવી જશે.

Leave a comment