જાણી લો આ સુવાની આ રહસ્યમય ટેકનિક, પીઠ, કમર અને સાઈટીકાના દુખાવા કરશે 100% ગાયબ… લોહીનો સંચાર વધારી સોજાથી મળશે જિંદગીભરનો છુટકારો….

આપણા જીવનમાં નાનો સરખો બદલાવ કરીને પણ આપણે અનેક સમસ્યાઓથી મુક્ત બની શકીએ છીએ. આવા જ એક પરિવર્તનમાં જો આપણે સુતા સમયે ઓશિકાને પગની નીચે રાખવાથી શરીરમાં અનેક પ્રકારના ફાયદા મેળવી શકીએ છીએ. સુતા સમયે પગની નીચે ઓશિકુ મૂકીને સુવાથી તમને પગમાં દુખાવો, સોજો અને અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

આ પણ વાંચો

પગ નીચે ઓશીકું રાખવાના ફાયદા

તમે ઘણીવાર જોયું હશે કે ગર્ભવતી મહિલાઓ પોતાના પગની નીચે ઓશીકું મૂકીને સુવે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે તેઓ આવું કેમ કરે છે? સુતી વખતે પગની નીચે ઓશીકું મૂકીને સુવાથી તમારા શરીરના કોઈપણ એક ભાગ પર વજન નથી આવી જતું. અને વજન આખા શરીરમાં સમાન રૂપે વહેંચાઈ જાય છે. તેનાથી પગનો સોજો ઓછો થાય છે અને કમર પર પણ વધારે ભાર નથી પડતો. પ્રેગનેન્સીમાં આ બંને વસ્તુઓ એટલે કે પગમાં સોજો અને કમરનો દુખાવો પરેશાન કરે છે અને આ રીત અપનાવવાથી ઘણો ફાયદો થાય છે.

પરંતુ આ રીત માત્ર પ્રેગનેટ મહિલાઓ માટે જ ફાયદાકારક નથી પરંતુ દરેક વ્યક્તિ આનો ફાયદો લઈ શકે છે. સુતા સમયે પગની નીચે ઓશીકું રાખવાથી શરીરને અનેક ફાયદા થાય છે સાથે જ દરરોજની નાની મોટી સમસ્યાઓ જેમકે પગનો દુખાવો, કમરનો દુખાવો વગેરેમાં અસરકારક ઈલાજ રૂપે કામ કરે છે. સાથે જ તમને તેના અનેક પ્રકારના લાભ પણ મળશે. તો આ લાભ કયા કયા છે તે આપણે વિસ્તારપૂર્વક જાણીએ.

પગ નીચે ઓશીકું રાખવાના ફાયદા

પીઠ અને નિતંબનો દુખાવો દૂર કરે:- લાંબા સમય સુધી ડેસ્ક પર વર્ક કરવાના કારણે લોકોને પીઠ અને નિતંબના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. સાથે જ કેટલીક વાર આમ જ શરીરમાં આ સમસ્યા થતી હોય છે. આવી સ્થિતિમાં પગની નીચે ઓશીકું રાખીને સુવાથી પીઠ અને નિતમ્બના દુખાવામાં રાહત થાય છે. સાથે જ આ માસ પેશીઓમાં થતાં પ્રેશરને પણ દૂર કરવાનું કામ કરે છે. તેથી આવી સ્થિતિમાં સૂતી વખતે આ કામ જરૂરથી કરવું

બ્લડ સર્ક્યુલેશન માં સુધારો કરે:- જો તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન બરાબર ન હોય તો રાતમાં તમને પગમાં ખૂબ જ તેજ બળતરા અને દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં પગની નીચે ઓશીકું રાખીને સુવાથી તમને ખૂબ જ રાહત થશે. કારણકે આ તમારા બ્લડ સર્ક્યુલેશન ને સારું કરશે અને પગમાં બળતરા અને દુખાવાને દૂર કરશે. તો આ દરેક સ્થિતિઓમાં તમે પગની નીચે ઓશીકું રાખીને સુવાથી ખૂબ જ આરામનો અહેસાસ કરી શકશો.

કરોડરજ્જુના મણકાનો દુખાવો:- કરોડરજ્જુના મણકાના દુખાવામાં, કરોડરજ્જુ પર વધુ દબાણ કે વધારે પડતી મુવમેન્ટ થવાના કારણે કરોડરજ્જુ ના મણકામાં દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં પગ નીચે ઓશીકું રાખીને સૂવાથી તમે આ દુખાવા થી રાહત મેળવી શકો છો. વાસ્તવમાં, આનાથી મણકા પર કોઈ દબાણ નહીં થાય અને તમે દુખાવાથી રાહત અનુભવશો.

સાયટીકા ના દુખાવાને દૂર કરે:- સાયટીકા એ તાંત્રિકાનો એક અવરોધ છે જે સામાન્ય રીતે તમારા નિતંબ અને તમારા પગની પાછળના ભાગમાં દુખાવો પેદા કરે છે. આવી સ્થિતિમાં સુવાથી તમારી પીઠની નીચેના ભાગ અને નિતંબનમાં મરોડ આવી શકે છે.જેનાથી તંત્રિકાને વધારે સંકુચિત કરીને સાયટીકા નો દુખાવો વધી શકે છે. એવામાં પગની નીચે ઓશીકું મૂકીને સુવાથી તમે આ દુખાવાથી રાહત મેળવી શકો છો.

પગનો સોજો દૂર કરે:- જો તમને કોઈપણ કારણે પગમાં સોજો આવ્યો હોય તો આ રીત અત્યંત અસરકારક રીતે કામ કરે છે. જેમ કે કોઈના પગમાં થાકના કારણે સોજો હોય, વેરીકોઝ વેન્સની સમસ્યા હોય કે પછી માસ પેશીઓના કારણે સોજો આવ્યો હોય. આ દરેક પ્રકારના સોજાની સમસ્યામાં આવી રીતે પગ રાખીને સુવાથી તમને ખૂબ જ સારી રાહત થશે. આ ફ્યુટ રિટેંશન ને ઘટાડે છે અને પગનો સોજો દૂર કરે છે.

Leave a comment