ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

મિત્રો પીળા દાંત તમારી સુંદરતામાં તો દાગ લગાવે જ છે, પરંતુ સાથે સાથે તમારા દાંત અને પેઢા સાથે જોડાયેલી પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઉભું કરે છે. ખાવા-પીવાની ખરાબ આદતો અને મોં ની સાફ-સફાઈ ન રાખવાના કારણે દાંત પર પીળી ગંદકી જમા થઈ જાય છે, જેને ટાર્ટર કહેવામાં આવે છે. અસલમાં એ જ પીળી પરત સફેદ દાંતને પીળા કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો

ટાર્ટરની સફાઈ ન કરવા પર તે દાંત અને પેઢાના મૂળમાં ઘુસવા લાગે છે, જેનાથી દાંત અને પેઢા કમજોર થવા લાગે છે. પછી આ સમસ્યા પાયેરીયા, કેવિટી, દાંતમાં લોહી આવવું, પેઢામાં દુખાવો થવો, સેન્સીટીવીટી અને મોં માંથી દુર્ગંધ આવવા વગેરેની સમસ્યાઓનું કારણ બને છે. પરંતુ આજે અમે તમને પીળા દાંતને સફેદ કરનાર અમુક એવી ઔષધી વિશે જણાવશું, જે ઉપર જણાવેલ દાંતની દરેક સમસ્યામાં રાહત આપે છે. અને એક જ રાતમાં પીળા દાંત થઇ જશે સફેદ મોતી જેવા. માટે આ ઉપયોગી માહિતી જરૂર જાણો.

1 ) બાવળ : દાંતને સફેદ કરવા માટે બાવળ એક પ્રભાવી આયુર્વેદિક જડીબુટ્ટી માનવામાં આવે છે. આ જ કારણે આયુર્વેદ બાવળની કુણી ડાળીઓને ડિસ્પોઝેબલ ટુથબ્રશના રૂપમાં ઉપયોગ કરવા પર જોર આપે છે. એટલે આપણે તેને બાવળનું દાંતણ કહેવામાં આવે છે. બાવળનું દાંતણ વાળ માટે ખુબ જ ઉપયોગી અને કારગર છે. બાવળમાં મળી આવતું ટેનિન દાંતને સફેદ બનાવવામાં મદદરૂપ થાય છે.

2 ) તુલસીનો છોડ : પવિત્ર તુલસીના પાંદડાને સુકવી લ્યો, તેનો પાવડર બનાવી લ્યો અને દાંત પર બ્રશ વડે ઘસો. તુલસીના લીલા પાંદડા દાંતને મજબુત બનાવી દાંતને સફેદ કરે છે. પેઢામાં લોહી નીકળવા જેવી સમસ્યાઓ દુર કરવામાં પણ તુલસી ખુબ જ ઉપયોગી છે.

3 ) લીમડો : લીમડાની કૂણી ડાળીઓ ઉપયોગ આજે પણ ભારતીય ટુથબ્રશ એટલે કે દાંતણના રૂપમાં કરવામાં આવે છે. લીમડાના તેલમાં મોં ની દુર્ગંધ રોકવાની, દાંતમાં રહેલા સુક્ષ્મજીવોને નષ્ટ કરવા અને દાંતનો સડો અને કેવિટીથી લડવા માટે ક્સેલે અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. આ સિવાય તમે લીમડાના દાંતણ પણ કરી શકો છો. લીમડાનું દાંતણ મોં અને દાંત બન્ને માટે ખુબ જ કારગર છે.

4 ) ત્રિફળા : મોંની સ્વચ્છતા જાળવી રાખવા, દાંતને સફેદ કરવા અને મોંના છાલા ઓછા કરવા માટે તમે ત્રિફળાનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે ત્રિફળાને પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી અડધું ન થાય. હવે તેને ઠંડું થવા દો, હુંફાળું થવા પર તેના કોગળા કરો. દાંત સફેદ થવાની સાથે સાથે મોંની અન્ય સમસ્યાઓ પણ દુર થશે.

દાંતને સફેદ કરવાના અન્ય ઉપાય :

1 ) તલ અથવા નાળિયેરના તેલથી પુલિંગ એટલે કે કોગળા કરો. એક ઢાંકણું તેલ મોં માં રાખીને 15 થી 20 મિનીટ સુધી ઘુમાવો અને થૂંકી નાખો. દાંત અને મોં માં રહેલા દરેક બેક્ટેરિયા થઇ જશે ખતમ.
2 ) જીભને સાફ કરવા માટે રોજ ટંગ ક્લીનરનો ઉપયોગ કરો.

3 ) દરરોજ ઓછામાં ઓછા બે વાર દાંતને બ્રશથી સાફ કરો.
4 ) ભોજન કર્યા બાદ કોગળા ફરજીયાત કરવા જોઈએ.
5 ) સ્ટ્રોબેરી, અનાનસ અને ટમેટા જેવા વિટામીન સી વાળા ફૂડ વધુ ખાવા જોઈએ. કેમ કે વિટામીન સી દાંત માંથી પ્લેકને સાફ કરે છે.

Leave a comment