(A)કોને લાભ મળી શકે?
|
- સહાય ની પાત્રતા માટે ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ ગરીબી રેખા ૦ થી ૨૦ સ્કોરની યાદીમાં કુટુંબનો સમાવેશ થયેલ હોવો જોઈએ.
- કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી કે પુરુષનું) મૃત્યુ થયેલ હોવું જોઇએ.
- મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર ૧૮ થી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ .
- મૃત્યુ પછીના બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
|
(B) અરજી આપવાનું સ્થળ
|
- સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/
|
(C) અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો
|
- મુત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર
- મુત્યુ પામનાર વ્યક્તિના ઉમરનો પુરાવો.
- ગરીબી રેખાની યાદી પર નામ હોવાનુ પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ
- બેંક એકાઉન્ટ
|
(D) યોજના હેઠળ મળવાપાત્ર લાભ
|
- કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનારના કુટુંબને રૂ.૨૦,૦૦૦/- ની સહાય એક વખત આપવમાં આવે છે.
|
(E) સહાયની ચુકવણી
|
- ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.
|
(F) અરજી પત્રક ક્યાંથી મળશે.
|
- જિલ્લા કલેકટર કચેરી.
- મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.
|
(જી) યોજનાનું અમલીકરણ
|
- સબંધીત મામલતદાર કચેરી.
|
(એચ) અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે
|
- નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
|