WhatsApp પર Meta AI શું છે ?:

WhatsApp પર Meta AI અને અન્ય પાત્રો Meta તરફથી વૈકલ્પિક સેવાઓ છે, જે તમારા પ્રશ્નોના જવાબ આપી શકે છે, તમને કંઈક શીખવી શકે છે અથવા નવા વિચારો કરવામાં મદદ કરી શકે છે. તમે Meta AI સાથે ચેટ કરવાનું પસંદ કરી શકો છો અથવા તેમના પોતાના વ્યક્તિત્વ અને રૂચિ મુજબ બીજા પાત્રો પસંદ કરી શકો છો.
WhatsApp પર Meta AI 2024
Meta જનરેટિવ AI ટેક્નોલોજીની સુવિધા આપે છે જે WhatsApp પર AIના અનુભવોને બહેતર બનાવે છે. WhatsApp પર AIના અનુભવો વિશે આ લેખમાં જાણો.
નોંધ:
- આ સુવિધા હાલ માત્ર મર્યાદિત દેશોમાં જ ઉપલબ્ધ છે અને બની શકે કે હજી તમારા માટે તે ઉપલબ્ધ ન હોય.
- આ સમયે, માત્ર અંગ્રેજીને જ સપોર્ટ કરવામાં આવે છે.
તમે આ રીતે ઉપયોગ કરી શકો છો:
- Meta AI અને બીજા પાત્રો સાથે વાતચીત કરી શકો છો
- હાલની ગ્રૂપ ચેટમાં Meta AI સાથે ચેટ કરી શકો છો
- પ્રશ્નો અને ઉપયોગી ભલામણો પૂછી શકો છો
- સહિયારી રૂચિઓ વિશે વાત કરી શકો છો
- તેમના કન્ટેન્ટ સાથે પ્રતિક્રિયા કરી શકો છો
- ચેટમાં AI દ્વારા જનરેટ કરેલા ફોટા બનાવી શકો છો
👉 તમે AIને સ્ક્રીન પર જે મેસેજ મોકલો છો, તેના જવાબમાં Meta AI અને બીજા પાત્રો તરફથી Metaની સેવા વાપરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા મેસેજ જનરેટ કરવામાં આવે છે. જનરેટિવ AI મોડેલ માટે Meta કેવી રીતે માહિતીનો ઉપયોગ કરે છે, તે વિશે આ લેખમાં જાણો. WhatsApp પર AI ચેટ અને પ્રાઇવસી વિશે વધુ જાણવા માટે, અહીં વધુ વાંચો.
👉 AI મેસેજ પર્સનલ મેસેજથી અલગ હોય છે. જ્યારે તમે આ સુવિધાઓનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો, ત્યારે Meta (WhatsApp Meta AI ) તમારા પ્રોમ્પ્ટ, AI મેસેજ અને જવાબ મેળવે છે. જેથી સંબંધિત જવાબો તમને સીધા જ પહોંચાડી શકાય અને તેની AI ગુણવત્તા બહેતર બનાવી શકાય.
👉 ગ્રૂપ ચેટમાં, Meta AI માત્ર @Meta AI ટેગ કરેલા મેસેજ જ વાપરી શકે છે, બીજા કોઈ નહિ. Meta કે WhatsApp દ્વારા Meta AIને પર્સનલ ચેટમાં લાવી શકાતું નથી.હંમેશાંની જેમ, તમારા પર્સનલ મેસેજ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહે છે, એટલે કે WhatsApp કે Meta પણ તેને જોઈ કે સાંભળી શકતા નથી. ગ્રૂપ ચેટમાં, Meta AI માત્ર @Meta AI ટેગ કરેલા મેસેજ જ વાપરી શકે છે, બીજા કોઈ નહિ. Meta AIને Meta કે WhatsApp ચેટમાં લાવી શકે નહિ.
નોંધ:
- તમારી પાસે AI સાથેની વ્યક્તિગત ચેટ ડિલીટ કરવાનો વિકલ્પ છે અથવા Meta AI સાથે તમે અગાઉ શેર કરેલી માહિતી ડિલીટ કરવાની વિનંતી કરો. આ લેખમાં વધુ જાણો.
- Meta તેની પ્રાઇવસી પોલિસી મુજબ AI ચેટ વાપરે છે. આ સુવિધા વાપરીને, તમે Metaની AIની સેવાની શરતો સાથે સંમત થાઓ છો.
- બની શકે કે AIથી જનરેટ કરવામાં આવતા કેટલાક મેસેજ અચોક્કસ કે અયોગ્ય હોય.
- તમે Meta તરફથી AIsનાં નામની બાજુમાં ખાતરી કર્યાનો બેજ
જોશો.
સંબંધિત લેખો: