આજની ખરાબ ખાણીપીણી અને સુસ્ત જીવનશૈલી એટલે કે શારીરિક ગતિવિધિઓ સામેલ ન હોવાના કારણે કબજીયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ચિંતાનો વિષય એ છે કે કબજિયાત ને મોટાભાગના લોકો નજર અંદાજ કરી દે છે. વિશેષજ્ઞ માને છે કે કબજિયાતની સમસ્યાને ગંભીરતાથી નહીં લેવાથી આગળ જતા ખતરનાક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો
- લીંબુ સાથે આ 1 વસ્તુ લગાવી દો, ગરદન પરની કાળાશ અને દાગ મફતમાં જ થઈ જશે ગાયબ… અને ત્વચાને કરી દેશે સાફ અને સુંદર…
- શરદી, ઉધરસ, તાવ, ગેસ, એસિડીટીના કારણે દુખતું માથું, ઉતરી જશે ગણતરીની જ મિનીટોમાં… અજમાવો આ 1 ઉપાય…
- જાણી લો આ સુવાની આ રહસ્યમય ટેકનિક, પીઠ, કમર અને સાઈટીકાના દુખાવા કરશે 100% ગાયબ… લોહીનો સંચાર વધારી સોજાથી મળશે જિંદગીભરનો છુટકારો….
જો સમય રહેતાં કબજિયાત નો ઈલાજ ન કરવામાં આવે તો જૂના કબજિયાતમાં બદલાઈ જાય છે. તેનો મતલબ એ છે કે તમને લાંબા સમયની કબજીયાતની ફરિયાદ થઈ શકે છે એનું સૌથી વધુ નુકશાન એ થશે કે સમય પર પેટ સાફ નહીં થાય અને તેમાં ગંદકી ભેગી થતી રહેશે. મળ સૂકો બનીને આંતરડામાં ચોંટશે અને આગળ જતા આ બવાસીરનું રૂપ લઈ લેશે.
નિષ્ણાતો માને છે કે કબજિયાતને લઈને જરાક અમથી બેદરકારીથી પાઈલ્સ, ગુદા ફિશર, ભગન્દર જેવા શરમજનક અને પીડાદાયક રોગો થઈ શકે છે. મેડિકલમાં કબજીયાત માટે કેટલીક દવાઓ ઉપલબ્ધ છે પરંતુ ખાવા પીવાની કેટલીક એવી વસ્તુઓ છે જે સમસ્યાઓ માટે યોગ્ય ઈલાજ કરી શકે છે. જે આપણે નુટ્રીશન દ્વારા જાણીએ.
કબજિયાત-બવાસીર માટે ઘરેલું ઉપાય
ગરમ દૂધ અને ઘી:- રાત્રે સુતા સમયે એક કપ ગરમ દૂધમાં બે ચમચી ઘી મેળવીને પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. આ વા અને પિતને સંતુલન કરે છે. ડેરી ઉત્પાદનો કેટલાક લોકો માટે કબજિયાતનું કારણ બની શકે છે.પરંતુ આ મિશ્રણ પાચન પ્રક્રિયામાં સુધારો કરીને મળ ત્યાગને ખૂબ જ સરળ બનાવે છે.
સૂકા આલુબુખારા:- કબજીયાતના દર્દીઓ માટે સૂકા આલુબુખારા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં ભારે માત્રામાં ફાયબર અને અન્ય એવા પોષક તત્વો જોવા મળે છે જે પેટ અને આંતરડા ને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં સહાયક થાય છે. તેનું સેવન કરવાથી આપણને ખૂબ જ સારો એવો ફાયદો થઈ શકે છે.
કબજિયાત નો રામબાણ ઈલાજ છે પપૈયું:- તમારું પેટ સાફ નથી થતું અથવા તો કબજિયાતની મુશ્કેલી છે, તો તમારે રોજ સવારે ખાલી પેટે એક વાટકો ભરીને પપૈયુ ખાવું જોઇએ.તે કુદરતી રેચક છે એટલે કે આંતરડા ની અંદર ભળી જાય છે અને અને તેમાં ફસાયેલા મળને બહાર કાઢે છે.
આપણા ઘરમાં જ છે કબજિયાતનો પાક્કો ઇલાજ, પાણી દ્વારા કબજિયાતને દૂર કરવાનો ઉપાય છે
જો તમે જૂના કબજિયાતને દૂર કરવા માટે એક સરળ ઉપાય શોધી રહ્યા છો, તો દરરોજ પ્રવાહી પદાર્થ પીવો. સારી રીતે હાઇડ્રેટેડ રહેવાથી આંતરડાની કામગીરીને પ્રોત્સાહન મળે છે તેના માટે પાણી સિવાયનો કોઈ પણ બીજો વિકલ્પ નથી. પાણી તમારા પાચન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમારા દ્વારા ખવાયએલા ભોજનને તમારા આંતરડા દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે. અને તે આંતરડાંને ચિકણા અને લચીલા પણ રાખે છે.