Pradhan Mantri Awas Yojana Gujarat 2024 || પ્રધાનમંત્રી આવાસ યોજના 2024

Pradhan Mantri Awas Yojana Gujarat 2024 || પ્રધાનમંત્રી આવાસ યોજના 2024

યોજનાનો હેતુ

  • અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹.૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે.
  • પ્રથમ હપ્તો – ₹.૪૦,૦૦૦ (વહીવટી મંજૂરીના હુકમ સાથે),
  • બીજો હપ્તો–₹.૬૦,૦૦૦ (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ)
  • ત્રીજો હપ્તો – ₹.૨૦,૦૦૦ (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી) આપવામાં આવે છે

Pradhan Mantri Awas Yojana Gujarat 2024

નિયમો અને શરતો

  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
  • મકાનની સહાયની રકમ ₹.૧,૨૦,૦૦૦ રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને ₹.૧૨,૦૦૦ ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹.૧,૨૦,૦૦૦ ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
  • આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
  • મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે ₹.૧૦,૦૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ₹.૭,૦૦,૦૦૦ ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી
  • મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ રહેશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
  • ચૂંટણી ઓળખપત્ર
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • સ્વ-ઘોષણા પત્ર(Self Declarition)
  • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો

Pradhan Mantri Awas Yojana Gujarat 2024

યોજનાનું નામ   : Pradhan Mantri Awas Yojana Gujarat 2024 / પ્રધાનમંત્રી આવાસ યોજના
અમલીકરણ   : ભારત કરકાર અને ગુજરાત સરકારના સહયોગથી
લાભ   : શહેરમાં મકાન બનાવવા માટેની લોન પર ₹ 2,67,000/-ની સહાય.
લાભાર્થીઓ   : ભારતના તમામ નાગરીકો
અરજીની પ્રકિયા   : ઓનલાઈન તથા ઓફલાઈન
ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ   : http://pmaymis.gov.in/
હેલ્પલાઈન નંબર   : 011-23060484
011-23063620

Leave a comment