નમો લક્ષ્મી યોજના 2024 // Namo Laxmi Yojna

ગુજરાત સરકારની ખુબ સરસ યોજના નમો લક્ષ્મી યોજના(Namo Laxmi Yojna)
ધો ૯ થી ૧૨ ની બહેનોને મળવાપાત્ર આર્થિક સહાય : ૫૦,૦૦૦/- રૂપિયા

ધોરણ ૯ અને ૧૦ :

  • ધોરણ ૯ અને ૧૦ ના મળી કુલ રૂ ૨૦,૦૦૦/- (વીસ હજાર) સહાય ચુકવવામાં આવશે.

  • ધોરણ ૯ અને ૧૦ માં શૈક્ષણિક વર્ષ દરમિયાન રૂ.૫૦૦૦/- પ્રમાણે બંને વર્ષના કુલ મળી રૂ.૧૦,૦૦૦/- ચુકવવામાં આવશે જયારે બાકીના રૂ.૧૦,૦૦૦/- ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

Namo Laxmi Yojna
Namo Laxmi Yojna

ધોરણ ૧૧ અને ૧૨ :

  • ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ ૩૦,૦૦૦/- (ત્રીસ હજાર) સહાય ચુકવવામાં આવશે.

  • ધોરણ ૧૧ અને ૧૨ માં શૈક્ષણિક વર્ષ દરમિયાન રૂ.૭૫૦૦/- પ્રમાણે બંને વર્ષના કુલ મળી રૂ.૧૫,૦૦૦/- ચુકવવામાં આવશે જયારે બાકીના રૂ.૧૫,૦૦૦/- ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

ધોરણ ૯ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓના રજીસ્ટ્રેશન માટે જરૂરી આધારો :

  1. વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ

  2. માતાના આધારકાર્ડની નકલ

  3. માતાના બેંક ખાતાની પાસબુકની નકલ

  4. કુટુંબની આવકનો દાખલો (આવક મર્યાદા ૬ લાખ)

  5. જન્મનો દાખલો

  6. શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ

  7. વાલીનો મોબાઈલ નંબર

Namo Lakshmi Yojana Gujarat પાત્રતા

  • અરજદાર ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થીનાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઇએ.
  • અરજદાર કોઈપણ માન્ય બોર્ડ સંસ્થામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • અરજદારો પાસે પાછલા વર્ષના પરીક્ષાના ગુણ 65% થી વધુ હોવા આવશ્યક છે.

Namo Lakshmi Yojana Gujarat અરજી પ્રક્રિયા

નમો લક્ષ્મી યોજના 2024 માં રસ ધરાવતા વિદ્યાર્થીઓ નીચે આપેલા પગલાંનો ઉપયોગ કરીને ઑનલાઇન અરજી કરી શકે છે.

  • નમો લક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો જે ટૂંક સમયમાં અહીં ઉપલબ્ધ થશે.
  • હવે હોમ પેજ પરથી નમો લક્ષ્મી યોજના 2024 નવીનતમ અપડેટ જુઓ.
  • ત્યારબાદ રજીસ્ટર ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે એક અરજી ફોર્મ ખુલશે જેમાં તમારી વિગતો દાખલ કરો.
  • આપેલ ફોર્મેટમાં દસ્તાવેજો અપલોડ કરો.
  • બધી વિગતો દાખલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024 માટે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક નોંધાયેલું છે.
  • એપ્લિકેશન ફોર્મ સાચવો અને વધુ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.

નોંધ : તારીખ ૨૮/૦૫/૨૦૨૪ થી રજીસ્ટ્રેશન શરુ થશે, ઉપરોક્ત આધારો તૈયાર કરી વહેલી તકે શાળામાં જમા કરાવવા, યોજનાનો લાભ સરકારના ધારા-ધોરણો અનુસાર ધો ૯ થી ૧૨ ના ૪ વર્ષ દરમિયાન મળવાપાત્ર છે.શાળા દ્વારા સહાય મેળવવા માટે પૂર્ણ રીતે મદદ કરવામાં આવશે.

Leave a comment