યોજનાનો ઉદ્દેશ / હેતુ:
- દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે
પાત્રતાના ધોરણો:
- દંપતીની (પતિ-પત્નિની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.૨.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ
- તા.૦૨/૦૮/૨૦૧૯ (તા.૦૧/૦૮/૨૦૧૯ મધ્યરાત્રી ૧૨:૦૦ કલાક પછી) કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે.
- દીકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
- દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે
- પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦ની સહાય
- નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬૦૦૦ની સહાય.
- ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ.૧.૦૦ લાખની સહાય.
યોગ્યતાના માપદંડ
- આ યોજના પરિવારની પ્રથમ બે દીકરીઓ માટે છે
- અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ
- અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે
- અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂ. 2 લાખથી વધુ ન હોવી જોઈએ.
જરૂરી દસ્તાવેજો:
- લાભાર્થી દીકરીનો જન્મનો પ્રમાણપત્ર
- માતા પિતા નાઆધાર કાર્ડ
- માતા પિતાના શાળા છોડયાનું પ્રમાણ પત્ર અથવા જન્મનો પ્રમાણપત્ર
- માતા પિતાની કુલ વાર્ષિક આવકનો પ્રમાણપત્ર
- દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મનું પ્રમાણપત્ર
- નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સક્ષમ કરેલ દંપતિનું સોગંદનામું
- અરજદારના રેશનકાર્ડ ની નકલ
- લાભાર્થી દીકરીના માતા/પિતાના બેન્કખાતાની પાસબુકની નકલ
- લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર/સર્ટિફિકેટ
- લાભાર્થી દીકરીનું આધાર કાર્ડની નકલ
વહલી દિકરી યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા
- અરજદારોએ ઑનલાઇન તેમજ ઑફલાઇન અરજી ફોર્મ ભરવાની જરૂર છે. હજુ સુધી સરકારે કોઈ નિર્ધારિત પ્રક્રિયા જાહેર કરી નથી. અહીં કેટલાક સામાન્ય પગલાં છે જેને અરજદારોએ અનુસરવાની જરૂર છે:
- સૌ પ્રથમ, સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
- યોજના સંબંધિત તમામ માહિતી ધ્યાનથી વાંચો
- જરૂરીયાત મુજબ તમામ જરૂરી દસ્તાવેજો એકત્રિત કરો
- એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અથવા ઑનલાઇન એપ્લિકેશન ફોર્મ નોંધણી વિકલ્પ પર ક્લિક કરો
- તમામ જરૂરી વિગતો સાથે અરજી ફોર્મ ભરો
- ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો / જોડો
- છેલ્લે અરજી ફોર્મ સબમિટ કરો.
-
અરજી કોને કરી શકાય (હોદ્દો, કચેરીનું નામ અને સરનામું, ઈ-મેલ, ટેલીફોન નંબર)
નજીક ની આંગણવાડી કેન્દ્ર ખાતે
અરજી / સહાય મંજુર કરનાર સક્ષમ સત્તાધિકારી (હોદ્દો, કચેરીનું નામ અને સરનામું, ઈ-મેલ, ટેલીફોન નંબર)
મહિલા અને બાળ અધિકારીશ્રી
Link