Skip to content
- યોજનાનું નામ : મહિલા સશક્તિકરણ યોજના
- લાયકાત/પાત્રતા : 1)અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ.
2)બી.પી.એલ. લાભાર્થી હોવો જોઈએ.
3)અરજદાર દુધ ઉત્પાદક સહકારી મંડળીનો સભાસદ હોવો જોઈએ.
4)આ યોજના હાલ ફક્ત પંચમહાલ ડેરી, બરોડા ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી અને પીટીજી ગ્રુપ હેઠળ સુમુલ ડેરી તેમજ વાંસદા વસુધારા ડેરીની મંજુર થયેલ યોજના હેઠળ તે વિસ્તારના કલસ્ટર વિસ્તારના ગામોના લાભાર્થી જ આ યોજનામાં સાંકળવામાં આવેલ છે.
- ધિરાણ/સહાય મર્યાદા: 50,000
- વ્યાજનો દર: 4%.
- અભિપ્રાય / ભલામણ : આદિજાતિ વિસ્તારમાં આવેલ અનુસુચિત જનજાતિની મહિલાઓ દુધ મંડળીની સભ્ય હોય અને જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીઓની સ્પષ્ટ ભલામણ હોવી જરૂરી.
- લોન પરત કરવાનો સમયગાળો : 24 સરખા ત્રિમાસિક હપ્તાથી લોન ભરપાઈ કરવાની રહેશે.