આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સરગવો શરીર માટે ખુબ જ લાભદાયક છે. પરંતુ આપણે શાકભાજી તરીકે તેનું સેવન ખુબ જ કરવામાં આવે છે. સરગવાને મોરિંગા પણ કહેવામાં આવે છે. સરગવાના પાવડરને મોરિંગા પાવડર કહેવામાં આવે છે. મોરિંગા પાવડર અને જ્યુસ પણ હેલ્થ માટે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. સરગવાની શીંગનું જ્યુસ આપણા શરીર માટે તો ફાયદાકારક છે જ, પરંતુ તે આપણા હાડકા માટે વિશેષરૂપથી ફાયદાકારક સાબિત થાય છે.

આ પણ વાંચો
- આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
- રોજ સવારે માત્ર એક વાટકો ખાવાથી આવી જશે ગજબની તાકાત, ડાયાબિટીસ, હૃદય, કબજિયાત, બવાસીર જેવી સમસ્યા થશે મફતમાં ગાયબ…
- 10 રૂપિયામાં મળતી અને 2 મિનીટમાં બનતી આ વસ્તુ તમારા બાળકો માટે છે ઝેર સમાન, ખવડાવતા પહેલા દરેક માતા-પિતા વાંચી લ્યો આ માહિતી…
- પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
- આ સસ્તું શાક ખાવાથી બ્રેઈન પાવર થઈ જશે એકદમ પાવરફુલ, ડાયાબિટીસ, વજન, પાચન જેવા રોગો દુર કરી… હાડકાને રાખશે આજીવન મજબુત…
હાડકાની કોઈ પણ સમસ્યા હોય તેમાં સરગવાની શીંગનું જ્યુસ રામબાણ માનવામાં આવે છે. જ્યુસની બદલે તમે તેનું સૂપ પણ પીય શકો છો. તેની સેવન કરવાથી લાંબા સમયની કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ સરગવાનું સેવન ખુબ લાભકારી માનવામાં આવે છે. તેમજ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પણ સરગવાનું સેવન ખુબ અસરદાર હોય છે.
બ્લડ શુગર : ડાયાબિટીસની સમસ્યા હવે આમ જોઈએ તો સામાન્ય થઈ ગઈ છે. આ ગંભીર બીમારીનું સૌથી મોટું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ છે. સરગવાની શીંગના પાંદડામાં બ્લડ શુગર લેવલ ઘટાડે એવા તત્વ રહેલા હોય છે. તેવામાં સરગવાની શીંગ, પાંદડાથી બનેલ જ્યુસ હાઈ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ખુબ જ મદદગાર થાય છે.
હાડકા માટે : ખુબ જ ઝડપથી બદલી રહેલી લાઈફ સ્ટાઈલના કારણે આજકાલ હાડકામાં દુખાવાની સમસ્યા વધવા લાગી છે. સરગવાની શીંગમાં રહેલા પોષકતત્વો હાડકા માટે ખુબ જ લાભકારી સાબિત થાય છે. સરગવાના જ્યુસનું નિયમિત સેવન કરવાથી હાડકાની ગંભીર બીમારી રૂમેટાઇડ અર્થરાઈટિસથી બચાવવામાં પણ અસરદાર થઈ શકે છે. તેમાં રહેલ એન્ટી-ઈમ્ફ્લેમેટરી પ્રોપર્ટીઝખુબ જ મદદરૂપ હોય છે.
કબજિયાત : આજના સમયમાં દરેક બીજો વ્યક્તિ પેટની કોઈને કોઈ સમસ્યાથી પરેશાન થાય જ છે. પેટ સાથે જોડાયેલી બીમારીઓનું મૂળ કારણ કબજિયાત જ હોય છે. જો તમે લાંબા સમયથી કબજિયાતથી પરેશાન હો તો સરગવાની શીંગનું જ્યુસ પીવું જોઈએ. જે બીજા જ દિવસે તમારું પેટ સાફ લાવી દેશે. સરગવાના સેવનથી પેપ્ટિક અલ્સર, પેટના સંક્રમણમાં પણ અસરદાર થઈ શકે છે.
કિડની સ્ટોન (પથરી) : આપણી કિડનીને સ્વસ્થ રાખવા માટે સરગવાની શીંગ ખુબ જ લાભદાયક સાબિત થાય છે. પથરીથી બચવા માટે દેશી ઉપચાર તરીકે સરગવાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. લેબોરેટરી ટેસ્ટમાં એવું જાણવા મળ્યું છે કે, સરગવો પથરી બનાવતા અમુક મિનરલ્સને અટકાવે છે. જો કે તેના પર હજુ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
હૃદય : હૃદયની બીમારીઓ પાછળ બેડ કોલેસ્ટ્રોલ જવાબદાર હોય છે. બેડ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જામી જાય છે જેના કારણે હૃદયની વિવિધ બીમારીઓ થવાનો ભય ઉભો થાય છે. પરંતુ સરગવાની શીંગનું શાક કે જ્યુસનું સેવન કરશો તો કોલેસ્ટ્રોલ આપોઆપ ઘટવા લાગશે. તેની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં લાવી દેશે. સરગવાનું જ્યુસ નિયમિત પીવામાં આવે તો હૃદય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે
Very good 👍