મિત્રો આપણે સૌ કઠોળના ફાયદાઓ વિશે જાણીએ છીએ. તેના સેવનથી તમને દરેક પ્રકારનું પોષણ મળી રહે છે. તેમજ શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળવાથી શરીર પણ તંદુરસ્ત રહે છે. જો કે કઠોળ ફાયદાકારક છે સાથે ફણગાવેલા દરેક કઠોળ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. આજે આપણે આ લેખમાં ફણગાવેલા ચણા ખાવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જાણીશું.

આ પણ વાંચો
- પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
- આ સસ્તું શાક ખાવાથી બ્રેઈન પાવર થઈ જશે એકદમ પાવરફુલ, ડાયાબિટીસ, વજન, પાચન જેવા રોગો દુર કરી… હાડકાને રાખશે આજીવન મજબુત…
- ગેસ, એસિડીટી, એસિડ અને પેટની જીવાત થશે જડમૂળથી 100 % ગાયબ, કરો આ મફતમાં મળતી ઔષધિનું સેવન… શરીરના અનેક રોગો સાથે લોહી પણ કરી દેશે સાફ…
- બારમાસી ના ફાયદા | બારમાસી નો ઉપયોગ | બારમાસી ફૂલ ના ફાયદા |
- માત્ર 1 દિવસમાં જ હાથ, પગ અને સાંધાના દુઃખાવા થઈ જશે દુર, યુરિક એસિડથી થતા સાંધાના દુઃખાવાનો જોરદાર દેશી ઉપાય…
ફણગાવેલા કઠોળને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે ફણગાવેલા મગ, મેથી, ડુંગળી, લસણ, મગફળી, અને ઘઉં જેવી બધી જ વસ્તુઓ અલગ અલગ રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ રીતે ફણગાવેલા ચણા પણ એટલા જ લાભકારી છે. તેમાં પ્રોટીન, ફાઈબર, વિટામીન, મિનરલ્સ, અને હેલ્દી ફેટ હોય છે.
એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર ફણગાવેલા ચણા માં વિટામીન એ, બી6 અને સી ની સાથે ફાઈબર, મેગનીજ, રાઈબોફ્લેવીન, કોપર, પ્રોટીન, થીયામીન નીયાસીન, પેન્ટોથેનીક એસીડ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને પોટેશિયમ જેવા પોષણ તત્વો પણ ભરપુર માત્રામાં રહેલ છે. ચાલો તો આપણે જાણી લઈએ ફણગાવેલા ચણાના કેટલાક ફાયદાઓ વિશે.
બ્લડ શુગરને કંટ્રોલ કરે છે ફણગાવેલા ચણા:- ફણગાવેલા ચણામાં કોમ્પ્લેક્સ કાર્બ્સ ધીમેધીમે પચે છે. આ સિવાય તેમાં ઘુલનશીલ ફાઈબર હોય છે, જે બ્લડ શુગર ના અવશોષણ ને ધીમું કરે છે.ઓછા ગ્લાઈસેમીક ઇન્ડેક્સ વાળું આ ફૂડ બ્લડ શુગર ને વધતા રોકે છે. તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
કબજિયાત અને બવાસીર થી બચાવ થશે:- જે લોકોને અવારનવાર ગેસ કબજિયાત જેવી તકલીફ રહેતી હોય તેમના માટે પ્રોટીનનું સેવન જરૂરી છે. આ માટે તમે ફણગાવેલા ચણાનું સેવન કરી શકો છો. ફણગાવેલા ચણા કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર થી ભરપુર હોય છે. કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરના સેવન થી તમારું પાચન તંત્ર સ્વસ્થ રહે છે. આ જ કારણ છે કે તેના નિયમિત સેવનથી તમને કબજિયાત અને તેનાથી થતા બવાસીર રોગની રુકાવટ માં મદદ મળી શકે છે.
માંસપેશીઓને મજબુત બનાવે છે:- જે લોકોને માંસપેશીઓ ને લગતી કોઈ પરેશાની હોય તેમના માટે પ્રોટીનનું સેવન ખુબ જ જરૂરી છે. આથી તમારે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ બરાબર જળવાઈ રહે તે માટે ફણગાવેલા ચણાનું સેવન ગુણકારી સાબિત થઇ શકે છે. ફણગાવેલા ચણામાં કેલરી ની માત્રા ઓછી હોય છે. જયારે પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે. વજન ઓછો કરવા માંગતા અને કમજોર લોકોને માંસપેશીઓ માં જીવ ભરવા માટે આ એક સારો વિકલ્પ છે. ફણગાવેલા ચણાની એક સર્વિંગ માં લગભગ 10 ગ્રામ પ્રોટીન મળી શકે છે.
મગજના કામકાજને વધારવામાં મદદ કરે છે:- માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા તેમજ શારીરિક રીતે મજબુત થવા માટે પ્રોટીન એક મહત્વનો ભાગ ભજવે છે. આ માટે તમારે શરીરને જરૂરી પ્રોટીન આપવું જરૂરી બને છે. આથી તમે પ્રોટીનના એક સારા સ્ત્રોત રૂપે ફણગાવેલા ચણાનું સેવન કરી શકો છો. ફણગાવેલા ચણા વિટામીન બી 6 એટલે કે પાઈરીડોકસીન ની સાથે સાથે કોલીન થી ભરપુર હોય છે. ચણાનું આ તત્વ મગજના કામકાજને વધારે છે. વિચારવા અને સમજવા ની ક્ષમતા માં સુધારો કરવામાં મદદ કરે છે. યાદશક્તિ મજબુત બનાવે છે અને એકાગ્રતા માં સુધાર કરે છે.
હૃદયને સ્વસ્થ અને મજબુત બનાવવામાં મદદ કરે છે:- ફણગાવેલા ચણા એન્ટી ઓક્સીડેંટ અને એન્થોસાયનીન ની સાથે સાથે ફાઈટોન્યુટ્રીએન્ટસ નો મોટો સ્ત્રોત છે. આ જ કારણ છે કે તેના નિયમિત સેવનથી બ્લડ વેસેલ્સ ને હેલ્દી રાખવામાં મદદ મળે છે. અને ઓક્સીડેંટીવ સ્ટ્રેસ ઓછો કરે છે. જેનાથી હાર્ટ ડીસીસ નું જોખમ ઘટે છે