Bhagyalaxmi Bond Yojana Gujarat 2024//મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના

Bhagyalaxmi Bond Yojana Gujarat 2024-દીકરીઓને મળશે

₹ 25,000 ની સહાય:

યોજનાનો હેતુ :

  • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના “દીકરી વધાવો દીકરી ભણાવો” ના ઉદ્દેશ સાથે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા તથા બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્નના ખર્ચાને પહોચી વળવા માટેના હેતુથી અમલમાં મુકવામાં આવેલ છે.

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા:

  • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
  • દીકરીના જન્મના કિસ્સામાં મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ લેવા માટે બેંકના બોન્ડનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી અપલોડ કરવાનું રહેશે.( બેંકના બોન્ડનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. ).
Bhagyalaxmi Bond Yojana Gujarat
Bhagyalaxmi Bond Yojana Gujarat

સહાયની રકમ:

  • બાંધકામ વ્યવસાયમાં જોડાયેલ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમીકની એક દીકરીના નામે રૂ.૨૫,૦૦૦/- નો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. જે રકમ દીકરી દ્વારા ૧૮ વર્ષની વય પૂરી થતા ઉપાડી શકાય છે.

અરજદારે અરજી સાથે રજુ કરવાના થતા આધાર – પુરાવાઓ :

  1. બાંધકામ શ્રમિકના ઓળખકાર્ડની નકલ
  2. ફોટા જન્મના પ્રમાણપત્રની નકલ
  3. ફોટા જન્મના પ્રમાણપત્રની નકલ
  4. લાભાર્થીનું આધારકાર્ડની નકલ
  5. બોન્ડ મેળવવા માટે બેંકનું ફોર્મ
  6. બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ
  7. રેશનકાર્ડની નકલ
  8. નમુના મુજબનું સોગંદનામુંઅહીં ક્લિક કરો.

નિયમો :

  • જન્મ થી ૧૨ માસમાં અરજી કરવાની રહેશે.
  • પ્રથમ બે પ્રસુતિની મર્યાદામાં એક દીકરીને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મીનો લાભ આપવામાં આવે છે.

કાર્યપદ્ધતિ:

  • જો અરજદારશ્રી દ્વારા ભૌતિક ફોર્મ સબમિટ કર્યું હોય, તો જિલ્લા પ્રોજેક્ટ મેનેજર તેનેઓનલાઈન સબમિટ કરશે.
  • તે પછી જિલ્લા નિરીક્ષ દ્વારા મંજૂર કરવામાં આવશે.
  • પછી તે વડી કચેરીના રાજ્ય પ્રોજેક્ટ મેનેજરને સબમિટ કરવામાં આવશે.
  • તે પછી વડી કચેરીના સરકારી શ્રમ અધિકારીશ્રી અને ત્યારબાદ સભ્ય સચિવશ્રી દ્વારા મંજૂર કરવામાં આવશે.
  • અરજીની મંજૂરી પછી મુખ્ય મંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ કામદારોને હાથોહાથ આપવામાં આવશે.

 

Official website: Link 

વ્હાલી દીકરી યોજના 2024

Leave a comment