Bhagyalaxmi Bond Yojana Gujarat 2024-દીકરીઓને મળશે
₹ 25,000 ની સહાય:
યોજનાનો હેતુ :
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના “દીકરી વધાવો દીકરી ભણાવો” ના ઉદ્દેશ સાથે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા તથા બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્નના ખર્ચાને પહોચી વળવા માટેના હેતુથી અમલમાં મુકવામાં આવેલ છે.
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા:
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
દીકરીના જન્મના કિસ્સામાં મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ લેવા માટે બેંકના બોન્ડનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી અપલોડ કરવાનું રહેશે.( બેંકના બોન્ડનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. ).
Bhagyalaxmi Bond Yojana Gujarat
સહાયની રકમ:
બાંધકામ વ્યવસાયમાં જોડાયેલ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમીકની એક દીકરીના નામે રૂ.૨૫,૦૦૦/- નો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. જે રકમ દીકરી દ્વારા ૧૮ વર્ષની વય પૂરી થતા ઉપાડી શકાય છે.